24 August 2017

આપ શું ભૂંડ, રોજડા કે અન્ય પ્રાણી થી ત્રાસી ગયા છો

જો તમારા જવાબ હા છે તો આ અખતરો તમારે અપનાવા જેવો છે તો અને આમાં કોઈ રસાયણિક પ્રદાર્થો કે કેમિકલનો ઉપયોગ થતો નથી જેમ આ સંપૂર્ણ ઓર્ગનિક છે જે જીવામૃત ખાતરના નામથી ઓળખાઈ છે જે આ પ્રયોગથી ભૂંડનો ત્રાશ ૬૦ થી ૭૦ ટકા જેવો ઓછો કરી શકાઈ છે કેમ કે આનાથી ભૂંડ, રોજડા કે બીજા કોઈ પશુ ખેતરમાં આ જીવામૃતની ગંધથી પ્રવેશતા નથી અને આ સજીવખેતીમાં જીવામૃતથી નોધનીય પરિણામ લાવી શકાઈ છે અને આમાં યુરિયા, ડીએપી કે બીજા રસાયણિક ખાતરની જરૂર પડતી નથી તો ચાલો આપણે આપને આ જીવામૃત ખાતર બનવાની રીત જાણી લઈએ

સાધન સામગ્રી
દેશી ગાય નું છાણ – ૧૦ કિલો
ગાય નું ગૌ મૂત્ર – ૫ લિટર
દેશી ગોળ – ૫૦૦ ગ્રામ
એરંડિ અથવા ચણા નો લોટ  - ૫૦૦ ગ્રામ
વડ નીચેની માટી – ૧ મૂઠી

બનવાની રીત
ઉપરોક્ત દર્શાવેલી બધી સામગ્રી ૨૦૦ લિટર પાણી માં નાખી ૭ દિવસ સુધી ૫ મિનિટ હલાવું

આપવાની રીત
ધોરિયા માં પાણી વાતે આપી દેવું અને વરસાદ ની સીજનમાં પંપમાં ભરી નોજલ દ્રારા આપી શકાઈ, ગાળીને છંટકાવ કરવો જેથી ફળદ્રુપતા વધે અને દર ૧૫ દિવસે આપવું

05 June 2017

બેરોજગાર યુવાન ની મહામારી,

આજના યુગમાં શિક્ષણનું મહત્વ દિવસે ને દિવસે વધતુ જ જાય છે જેમ આપણે જ્યાં જોઈએ ત્યાં શિક્ષણની જ બોલબાલા છે અને હા લોકો ને અંગ્રેજીનું તું ગાંડપણ લાગ્યું છે જાણે કે માણસ અંગ્રેજી જો જાણતો ન હોય તો જીવિજ ના શકે અને શિક્ષણ આજે ખુબજ મોંઘું થઈ ગયું છે 

અરે... મને લાગે છે આપણે શીર્ષક થી દૂર જતાં જઇયે છીએ

હા મારે આજે વાત કરવી છે બેરોજગાર યુવાન ની મહામારી ને કેમ કે જયારે વિધિયાર્થી જયારે કોલેજેથી પોતાનો અભિયાશ હોશે હોશે પૂરો કરીને નીકળે છે અને જયારે તે કોર્પોરેટ જગતમાં પોતાનો પગપેશારો કરે છે અને નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવાનું શરૂ કરે છે ત્યારે એમને તથ્ય ની ખબર પડે છે અને જયારે માણસ ને જોઈતી વસ્તુ નથી મળતી તેને મેળવવા માટે તે પ્રયત્ન કરે છે તેમજ તે નૌકરી ની શોધ માં તે દરેક કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે તે ભટકતો રેહે છે અને હા સમાજ માથી અને ઘર માં બધાજ સલાહ આપીયા કેરે કે ભાઈ આમ કર, તો તેમ કરે પણ એમને કોણ સમજાવે કે ભાઈ ને બધીજ ખબર હોય છે

અમુક માણસો નો પરિચય દેવાનો તો રહીજ ગયો કેભણતર સમયે  જે માણસો એમ કે તા હોય છે કે ભાઈ તું ભણી લે આપણે તારું નૌકરી માટે ગોઠવી આપીશું અને જયારે આપણે ભણતર પત્યા પછી આવા લોકોનો સંપર્ક કરિયે ત્યારે આપણે તેની સાચી ખબર પડે છે ભાઈ કેટલામાં રમે છે    

આ લેખ લખાવનો કોઈ હેતુ  નથી પણ લખી નાખીયો.

20 May 2017

લગ્નમાં મગ્ન માનવી

હમણાં તો લગ્નની સીઝન ચાલે છે  ગગાના માથે સાફો, હાથમાં કટાર, કપાળમાં તીલક હોય,ગગો તૈયાર થઇને ઘર બહાર પગ મુકે અને ટીપુ સુલતાન વાળું મ્યુઝીક વાગવા લાગે પછી ગીત સરું થાય આગે પીછે હમારી સરકાર યહાંકે હમહે રાજકુમાર.બે ઘોડાની બગીમાં બેસે એટલે ડીજેમાં ગીત વાગે મારા વીરા તને ચાર ચાર બંગડી વાળી ગાડી લાવી દઉં.આને કહેવાય વરઘોડો.

હવે આજ ગગો એકબે વર્ષ પછી સંસાર ઘોડો બની જાય,એનો સંસાર રથ રવીવારે એક્ટીવા પર નીકળે, એક્ટીવામાં પગ આગળ ડસ્ટબીન માં નાખવાની કચરાની પ્લાસ્ટિક ની થેલી હોય, પાછડ ચાર ચાર બંગડી ની ગાડીની જગ્યાએ દસ બાર બંગડી વાળી એની લાડી દરણું દળાવવાનો ડબ્બો લઇને બેઠી હોયસોસાયટીના નાકે બેન્ડવાજા કે ડીજેની જગ્યાએ પાનના ગલ્લે ગીત વાગતું હોય દીલમે છુપાકે પ્યારકા તુફાન લે ચલે.  હમ આજ અપની મોત કા સામાન લે ચલે હવે ઘંટીએ દરણું મુકી કચરાની કોથળી ડસ્ટબીનમાં નાખી ને પાછો આવતો સંસાર રથ એકટીવા ની આગળ દસ રુપીયાનું ખાટું દહીં અને દુધની કોથળી લટકતી હોય બાજુમાં મુકેલી શાકભાજી ની થેલી માંથી લાંબી સરગવાની શીંગ થેલી બહાર ડોકીયું કરતી હોય, પાછળ બેઠેલી દસ બાર બંગડી વાળી લાડીના હાથમાં નવા ખરીદેલા સાવરણો અને ઝાડું હોય.અને સોસાયટી ના નાકે પાનના ગલ્લે ગીત વાગતું હોય મતરો .મેરે દીલ જો હુઆ સો હુઆ વો જો પ્યારમે હોતા હે  એતબાર મે હોતા હે.વહી તો હુઆ..


સાલુ તમને શું મનેય રોવુ આવી જાય હો...

12 April 2017

તરપડી અને મીઠુડી વાણી

અમે કાઠીયાવાડી.
અમે ફરવા નહીં રખડવા જાય
અમે જમીએ નહીં ખાઈએ
અમારે ત્યાં વાસણ નહીં ઠામ હોય
અમે કપડા નહીં લુગડા પેરીએ
અમે ચાલીએ નહીં હાલીએ
અને મગફળી ને માંડવી કહીએ
અમે બારણા ને કમાડ કહીએ
અમે વરસાદ ને મેહ કહીએ
અમે માટલું નહીં ગોરો રાખીએ
અમે મોટરસાયકલ નહિ ભટભટીયૂ રાખીએ
અમે ઝુલીએ નહિ હીચકીએ
અમારે ધરે ઝૂલો નહીં ખાટ હોય
અમારે કાર નહી ગાડી હોય
અમે યાત્રા એ નહીં જાત્રા એ જાયે
અમારે ત્યાં લગ્ન નહીં લગન હોય
અમે સ્કૂલ નહીં નીહારે' જાયે
અમે ખરીદવા નહીં હટાણુ' કરવા જાયે
અમે વસ્તુ રીપેર નહીં હમી' કરાવીએ
અમે બીમાર નહીં માંદા પડીએ
અમારે ત્યાં મેહમાન નહીં મેમાન' આવે
અમે સ્મશાન યાત્રામાં નહીં આભડવા જઈએ
અમે સ્નાન ન કરીએ નાહીએ
સ્કૂલ મા નહિ નિશાળ મા ભણીએ
અમે વસ્તુ ના કેટલા રૂપિયા નહીં કેટલા પૈસા થયા તેમ પુછીએ
અમને શિક્ષક નહીં માસ્તર ભણાવે
સવારે બ્રેકફાસ્ટ નહીં શીરામણ કરીએ
બપોરે લંચ નહીં બપોરો કરીએ
બપોર પછી હાઈ ટી નહીં રોંઢો કરીએ
સાંજે ડીનર નહીં  વાળુ કરીએ
અમે સુઈ જાય નહીં નઇ હુઈ જાય
અમે ગીત નહીં ગાણા' સાંભળીએ
અમે દુર જા આઘો જા કહીએ
નજીક નહીં ઑરો આવ કહીએ
આ તરપડી અને મીઠુડી વાણી અમારી આગવી ઓળખ છે.

30 September 2016

આપણે કયાં-ચંદ્રકાંત બક્ષી,

અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે,
અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.

યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં,
આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.

પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં,
આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.

અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં,
આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.

પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું  લોકમાં,
આપણે પુજાપાઠભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.

પર્યાવરણપ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં,
આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં.

સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં,
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય  દેશમાં.

લસણડુંગળીબટાકા ખાવાથી પાપ લાગે  દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ  લાગે  દેશમા 
                          - ચંદ્રકાંત બક્ષી 

29 September 2016

બાળકોની હેલ્પલાઈન ૧૦૯૮

આપના ઘરે કે સગાં સંબધીઓને ત્યાં અવાર નવાર પ્રસંગો હોય છે તો તમને એક વિનંતી છે જો આ પ્રસંગો જમિયા પછી ખાવાનું વધે અને જો બેકાર ન જાય તેના માટે કોઈ પણ પ્રકારનો સંકોચ રાખિયા વગર આપ ૧૦૯૮(માત્ર ભારતમાં જ) પર ફોન કરો તે લોકો આવીને લઈ જશે અને બાળકોને આપશે અને હા આ કઈ મજાક નથી આ એક બાળકો ની હેલ્પ લાઈન છે હમેશા યાદ રાખો કે મદદ કરવાવાળા હાથ હમેશા પ્રાથના કરવાવાળા કરતાં મોટા હોય છે તો આપ પણ આ અભિયાનમાં મદદરૂપ બનો

27 September 2016

મેળવળ

નાનો માણસને નાનો માણસ
માનવાઇ  ભૂલ કરતાં કારણ કે
ચમચી જેટલા મેળવળમાં પણ દૂધને
જમાવી દેવાની તાકાત સમાયેલી છે

26 September 2016

રોંગ નંબર

પતિ મુંબઈથી પોતાની પત્ની અમદાવાદ ફોન કરિયો પણ નોકરાણી ઉપાડિયો

પતિ: શેઠાણી સાથે વાત કરાવ
નોકરાણી: તે તો શેઠ સાથે રૂમ માં છે
પતિ: પણ શેઠ તો હું છુ
નોકરાણી: તો હું શું કરું?
પતિ: બંનેને મારી નાખ હું લાઈન પર રહું છુ
બને ને મારિયા પછી
નોકરાણી: શેઠ લાશનું શું કરું?
પતિ: બંગલાની પાછળ સ્વિમિંગ પૂલ માં ફેકી દે
નોકરાણી: પણ આપના ઘર માં સ્વિમિંગ પુલ નથી
પતિ: શું નંબર ૪૫૬૧૨૩૪?
નોકરાણી: ના તો ૪૫૬૧૨૩૯ છે
પતિ: ઓહ સોરી રોંગ નંબર

25 September 2016

રીસાઇકલિંગ

સાઇકલ ચલાવીને થાકીયા પછી 
મોટર સાઇકલ લીધીને મોટર
સાઇકલ ચાલીવિને પીઠ દુખી
એટલે મોટર લીધી અને મોટરથી
શરીર વધે એટલે જીમ જોઇન કરે 
અને ત્યાં જઈ ને પણ સાઇકલ
 ચલાવે તેને કહેવાય રીસાઇકલિંગ

24 September 2016

સૌની યોજનાનુ સત્ય

સૌની યોજના કોઈ નદી પર બંધ બાધવાની નવી યોજના નથી પરંતુ વર્ષોથી સ્થાપિત નર્મદા યોજના નુ પાણી સૌરાષ્ટ્ર સુધી પહોચાડવાની વ્યવસ્થા છે.
                         
નર્મદા યોજનાની શરુઆત સરદાર પટેલના ડ્રિમ તરીકે કોન્ગ્રેશના શાસનમા થયેલ જે ગોકલગાયની ગતિએ આગલ વધતા છેવટે જનતા દલની સરકાર વખતે તત્કાલિન મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલના હાર્ડકોર પ્રયત્નોથી પૂર્ણતાના આરે પહુચેલ પણ
                         
નર્મદાયોજના નુ પાણી સિચાઈ માટે રાજ્યોને આપવામા આવે તેવી સમજૂતી થયેલી છે ત્યારે ગુજરાતના એક ભાગ તરીકે સૌરાષ્ટ્રના લોકોનો તેમા અગ્રિમ હક રહેલો છે.
                         
નર્મદા યોજનામા આજ સુધીની તમામ સરકારોએ હજારો કરોડનો ભ્રષ્ટાચાર કરેલો છે જેમા ગુજરાતની પ્રજાના પરસેવાના પૈસા ધોવાઈ ગયા છે.
                         
કોન્ગ્રેશના વખતથી સૌરાષ્ટ્રને પાણી પહુચાડવા માટે પાઈપલાઈનો અને નહેરો ખોદવાની પ્રક્રિયા શરૂ થઇ ગયેલ પરંતુ આજ સુધીની તમામ સરકાર પણ હજારો કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે.
                         
હકિકતમા યોજનાના નામ હેઠલ આજ સુધીમા હજારો કરોડ જમી જવાયા છે ૧૨૩૦૦ કરોડ માત્ર સૌરાષ્ટ્ર સુધી પાણી પહોચાડવાનો ખર્ચ બતાવાયો છે જે કામ પૂરૂ થતા ૨૦૦૦૦ કરોડ સુધી પહુચી જશે એવો અંદાજ છે